PTC (D.El.Ed) Admission 2026-27 : ફોર્મ, પાત્રતા અને સંપૂર્ણ માહિતી
મિત્રો હાલના સમયમાં નોકરી માટે ખૂબ જ પડાપડી થઈ રહી છે. જ્યાં જાઓ ત્યાં એકદમ બેરોજગારી જોવા મળે છે. હાલ કોઈ પણ વ્યક્તિ ધોરણ ૧૨ પાસ કરે અને ત્યાર બાદ પૂછે કે ભાઈ તારે શું કરવું છે ? તો જવાબમાં કોલેજ કરવાનું અથવા BBA કે Diploma કે ITi krvanu વિચારે છે. પણ હાલના તબક્કે એકમાત્ર એવો કોર્સ PTC (D.El.Ed) છે. જે કોર્સ પૂર્ણ કર્યા બાદ TET ની પરીક્ષા પાસ કરશો તો આસાનાથી Teacher ની નોકરી મળી જાય છે.
આ પોસ્ટમાં આજે આપણે PTC Admission થી માંડીને ફોર્મ કઈ રીતે ભરાશે.ક્યારે આવશે જાહેરાત. એની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ? PTC Admission Age Limit શું છે ? PTC Admission merit ગણતરી કઈ રીતે થશે. આ તમામ પ્રશ્નોનું સોલ્યુશન માટે Aitoolcluster ની પોસ્ટમાં સંપૂર્ણ માહિતી મળશે.

D.El.Ed. (PTC) પ્રવેશ જાહેરાત 2026-27 (Official Notification)
D.El.Ed admission 2026 Gujarat: જાહેરાત ક્યારે આવવાની શક્યતા છે?
દર વર્ષની જેમ PTC (D.El.Ed) Admission માટે જાહેરાત છાપામાં આપવામાં આવે છે. એમ આ વખતે પણ ટૂંક સમયમાં એટલે વધીને આ મહિનાના અંત સુધી અથવા જૂન મહિનામાં શરૂઆતના દિવસોમાં જાહેરાત આવશે. ગત વર્ષમાં 29/05/2026 થી ઑફલાઇન ફોર્મ ભરવાના શરૂ થયા હતા. પણ આ વખતે કેન્દ્રીય કૃત ભરતી કરવામાં આવશે. જેમાં ખાસ કરીને ઑનલાઇન ફોર્મ ભરશે અને ધોરણ 12 ના મેરિટ પર PTC (D.El.Ed) Admission મળશે.

Gujarat education department official website (અધિકૃત વેબસાઇટની લિંક)
https://dpe.gujarat.gov.in/Home/primary/PTC college
ઉપર આપેલ એકદમ ઓફિશિયલ વેબસાઇટ છે. જેમાં ગત વર્ષની તમામ કોલેજના લિસ્ટ આપેલ છે. આ વખતે એટલે કે પ્રથમ વાર ઑનલાઇન ફોર્મ ભરશે. આપ આ પોસ્ટને પણ જોતા રહેજો અને સાથે ઉપર આપેલ ઓફિશિયલ લિંકમાં પણ માહિતી મેળવી શકશો.
Government teacher job qualification after 12th (શૈક્ષણિક લાયકાત – કેટલા ટકા જરૂરી છે)
PTC કરવા માટે તમારે કમસેકમ ધોરણ 12 પાસ (આર્ટસ, કોમર્સ કે સાયન્સ ) કરેલ હોવું જોઈએ.
આ ઉપરાંત ધોરણ ૧૨ પાસની સાથે ૫૦% અને અનામત કેટેગરી માટે ૪૫ ટકા ઓછામાં ઓછા હોવા જોઈએ.
અનામત કેટેગરીમાં અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, OBC, EWS કેટેગરીને ૪૫% ધોરણ ૧૨ માં હશે તો તેઓ પ્રવેશ મેળવવાને પાત્ર રહેશે.
વય મર્યાદા (Age Limit)
ગત વર્ષની જાહેરાત મુજબ 24 વર્ષથી વધુ ન થવા જોઈએ. અનામત હોય તો 5 વર્ષની છૂટછાટ અને વિધવા મહિલા હોય તો 33 વર્ષ.
PTC online form registration 2026: ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું?
ઓનલાઇન ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ (Required Documents)
- ધોરણ 10 અને 12 ની માર્કશીટ.
- [આધાર કાર્ડ Redacted].
- પાસપોર્ટ સાઈઝ ફોટો અને સહી.
- જાતિનો દાખલો (જો લાગુ પડતું હોય તો).
ખાસ નોંધ: મિત્રો ઓનલાઈન ફોર્મ ભરતી વખતે કોઈને પણ OTP શેર કરીશું નહીં. સાથે હાલ Vasti Ganatri Scam ચાલી રહ્યો છે. જેમાં બેન્ક એકાઉન્ટ ખાલી થઈ રહ્યા છે. જેનું ખાસ ધ્યાન રાખવું.
વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરવાની રીત (Step-by-Step Guide)
- ફોર્મ ફી ભરવાની પ્રક્રિયા.
- ડોક્યુમેન્ટ અપલોડ કરવાના સ્ટેપ્સ.
મિત્રો PTC Admission ની જાહેરાત ટૂંક સમયમાં આવવાની છે. ત્યારે એમાં આપેલ લિંક પરથી જ ઓનલાઈન ફોર્મ ભરાશે.એટલે હાલ આપણે કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી.
Primary teacher course government colleges & બેઠકોની માહિતી
PTC કોર્સ માટે સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જીલ્લાવાઈઝ સંસ્થાઓની યાદી અધિકૃત વેબ્સાઈટ પર આપેલ છે.આપ ત્યાંથી પણ ચેક કરી શકો છો.પણ ખાસ દયાન રાખવું કે આ યાદી ગત વર્ષની છે.નવી યાદી જાહેરાત સાથે મુકવામાં આવશે.આના સિવાય અમારી Whatsapp ચેનલમાં પણ મુકવામાં આવેલ છે. આપ જોઈન કરી શકો છો. નીચે લિંક હું આપું છું.
Whatsaap ચેનલમાં જોડાવા અહી ક્લિક કરી શકો છો.
PTC (D.El.Ed) Admission મહત્વની તારીખ
- ફોર્મ શરૂ થવાની તારીખ: ટૂંક સમયમાં જાહેર થશે
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ટૂંક સમયમાં જાહેર થશે
- મેરિટ લિસ્ટ જાહેર થવાની તારીખ: ટૂંક સમયમાં જાહેર થશે
D.el.ed Admission Important Links
| Offcial વેબસાઈટ | અહિયાથી વાંચો |
| Home Page | ક્લિક કરો |
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
શું આ વખતે એડમિશન મેરિટ બેઝ પર થશે?
હા, આ વખતે ધોરણ ૧૨ પાસની ટકાવારીના આધારે મેરિટ પર એડમિશન થશે.
ફોર્મ ભરવાની ફી કેટલી હશે?
ઑફિશિયલ જાહેરાત આવે ત્યારે ખબર પડે.
મિત્રો આ પોસ્ટના અંતમાં એટલું જ કહીશ કે PTC Admission 2026-27 માં https://dpe.gujarat.gov.in આ ઑફિશિયલ વેબસાઇટ ચેક કરતા રહેવું.આ પોસ્ટમાં PTC (d.el.ed) Admission ને લગતી તમામ બાબતો લખવાનો પ્રયત્ન કર્યો છે. આપને આ પોસ્ટ સારી લાગે તો તમારા મિત્રો અને સગા સબંધી સાથે શેર જરૂર કરજો. કેમ કે ખૂબ જ મહેનતથી લખેલ પોસ્ટ છે.
1 thought on “PTC (D.El.Ed) Admission 2026: ફોર્મ, પાત્રતા અને સંપૂર્ણ માહિતી”