WhatsApp Channel Join
Join Now
Instagram (Free Channel)
Follow

Vasti Ganatri Scam : વસ્તી ગણતરીના નામે ફેક મેસેજથી સાવધાન! અકાઉન્ટ ખાલી થઈ જશે, જાણો બચવાના ઉપાયો

By: Sweety Galchar

On: May 28, 2026

Follow Us:

Vasti Ganatri Scam થી બચવા શું કરીશું? જાણો આ Article માં સંપૂર્ણ માહિતી

નમસ્કાર, સમગ્ર India માં હાલ વસ્તી ગણતરી ચાલુ થઈ રહી છે. ત્યારે અવારનવાર લોકોના Bank Accounts હેક થાય છે અને Online Fraud ના કિસ્સાઓ સામે આવે છે. આજના ડિજિટલ યુગમાં Cyber Security Awareness હોવી ખૂબ જ જરૂરી છે, જેથી આપણે આપણી મહેનતની કમાણી સુરક્ષિત રાખી શકીએ. તો આજે આપણે આ Post માં વસ્તી ગણતરીના નામે થતા સ્કેમ અને How to Prevent Bank Account Hacking એટલે કે બેંક એકાઉન્ટ હેક થતું કેવી રીતે બચાવવું એની સંપૂર્ણ માહિતી નીચે Share કરીશું.

વસ્તી ગણતરીમાં સાચો અને Fake Message કઈ રીતે ઓળખવો?

ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે વસ્તી ગણતરીમાં સાચો અને સરકાર તરફથી કોઈ Message અથવા Mail આવે, તો આપણે કઈ રીતે જાણી શકીશું કે આ Government Identity Verification માટેનો જ ઓફિશિયલ મેસેજ છે?

સરકારી Training મુજબ મહત્વની સૂચનાઓ

સૌથી પહેલા તમને જણાવી દઉં કે મેં થોડાક સમય પહેલા વસ્તી ગણતરીની Training પાલનપુર મુકામે લીધેલ છે. એમાં સ્પષ્ટ આ વિશે માહિતી આપવામાં આવી છે જે Online Banking Fraud Protection માટે તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે:

  • કોઈ Bank Details ન આપવી: સરકાર દ્વારા વસ્તી ગણતરીની માહિતીમાં કોઈ પણ Bank Account, OTP કે ATM Pin પૂછવામાં આવશે નહીં. એ વાતનું તમે ક્લિયર ધ્યાન રાખજો.
  • ઓફિશિયલ Sender ID: આમાં વસ્તી ગણતરીમાં સાચો અને સરકાર તરફથી કોઈ Message અથવા Mail આવે તો એ RGICEN – G આ ઉપરથી જ કરવામાં આવશે.

સરકાર દ્વારા મોકલવામાં આવેલા Message નું ઉદાહરણ

વધુમાં હું આના નીચે એક Text મૂકું છું, જે મને સરકાર દ્વારા મોકલવામાં આવ્યો છે:

BH – RGICEN – G For Training and Testing purpose, usehttps://bsn.ltd/RGICEN/c/testhlofor iOS andhttps://bsn.ltd/RGICEN/c/testhloafor android to download the HLO App.

વસ્તી ગણતરીની Process અને સમયગાળો (Census Schedule)

વસ્તી ગણતરીની પ્રક્રિયા કેટલા Time સુધી ચાલશે અને તેના કયા-કયા Steps છે, તેની Details નીચે મુજબ છે. કોઈ પણ ખોટી લિંક પર ભરોસો ન કરતા હંમેશા Census 2026 Official Website નો જ ઉપયોગ કરવો.

Step 1: Self-Enumeration (સ્વ-ગણતરી)

આ વસ્તી ગણતરીમાં સૌથી પહેલો તબક્કો ઘર ગણતરીનો છે. જેમાં અમને Training આપી એ મુજબ ખાસ ૧૭ મે ૨૦૨૬ થી ૩૧ મે ૨૦૨૬ સુધી જાતે સ્વ ગણતરીનું Form આપ ભરી શકશો.

Step 2: ગણતરીદાર દ્વારા ઘર-ઘર Survey

ત્યારબાદ સરકાર દ્વારા નિમણૂક કરેલ ગણતરીદાર તમારા ઘરે આવશે અને Survey કરશે. આ Survey ૧ જૂન ૨૦૨૬ થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી ચાલશે. જેમાં કુલ ૩૩ પ્રશ્નો પૂછવામાં આવશે.

મુખ્ય વસ્તી ગણતરી ક્યારે થશે?

ત્યાર બાદ અસલી વસ્તી ગણતરી February 2027 દરમિયાન ચાલશે.

Note: Digital યુગમાં સુરક્ષિત રહો અને વસ્તી ગણતરીના નામે આવતી કોઈ પણ શંકાસ્પદ Link પર Click કરશો નહીં કે કોઈને પોતાનો OTP Share કરશો નહીં.

ખાસ ચેતવણી: શંકાસ્પદ Links થી સાવધાન રહો!

જો તમારા મોબાઇલના Mail માં, WhatsApp માં કે Text Messages માં વસ્તી ગણતરીના નામે કે ફોર્મ ભરવાના બહાને કોઈ પણ અજાણી કે શંકાસ્પદ Link આવે તો તેને ભૂલથી પણ ખોલવી નહીં. જો તમે આવી કોઈ ખોટી લિંક ઓપન કરશો તો આપનું આખું Bank Account ખાલી થઈ શકે છે.

ભુલથી ક્લિક થઈ જાય તો શું કરવું?

જો તમે અજાણતામાં અથવા ભૂલથી આવી કોઈ સ્કેમ વાળી Link પર Click કરી દીધું હોય, તો જરાય સમય બગાડ્યા વગર તરત જ તમારે Online Cyber Crime Portal પર જઈને આ વિશે ફરિયાદ (Complaint) નોંધાવવી જોઈએ, જેથી તમે મોટા નુકસાનથી બચી શકો.

Helpline Number પર Call કરવો: સૌથી પહેલું કામ એ કરો કે ગવર્મેન્ટના ઓફિશિયલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર તાત્કાલિક Call કરો. આ નંબર પર કોલ કરવાથી ફ્રોડ થયેલા નાણાં બ્લોક થવાના ચાન્સ વધી જાય છે.

Online Complaint નોંધાવવી: આ સિવાય તમે સાયબર ક્રાઈમની ઓફિશિયલ વેબસાઈટ www.cybercrime.gov.in પર જઈને તમારા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કે ફ્રોડના પુરાવા (જેમ કે સ્ક્રીનશોટ, મેસેજ) અપલોડ કરીને ઓનલાઈન ફરિયાદ પણ દર્જ કરાવી શકો છો.

1.Mobile ની Security આ રીતે વધારો

  • Anti-Virus અને Security Apps: તમારા સ્માર્ટફોનમાં હંમેશા એક સારું અને ટ્રસ્ટેડ Anti-Virus સોફ્ટવેર ઇન્સ્ટોલ રાખો જે માલવેર (Malware) સ્કેન કરતું રહે.
  • Official App Store નો જ ઉપયોગ કરવો: કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે માત્ર Google Play Store અથવા Apple App Store નો જ ઉપયોગ કરો. ક્યારેય કોઈ અજાણી વેબસાઈટ પરથી APK ફાઈલ ડાઉનલોડ કરશો નહીં.
  • Software Update: તમારા મોબાઈલની Operating System (Android/iOS) અને બેંકિંગ એપ્સને હંમેશા લેટેસ્ટ વર્ઝન સાથે Update રાખવી, કારણ કે તેમાં સિક્યોરિટી પેચ હોય છે.

2. લિંક્સ અને મેસેજ હેન્ડલ કરતી વખતે સાવચેતી

  • Two-Factor Authentication (2FA) ચાલુ કરો: તમારા બધા જ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને ખાસ કરીને Gmail માં 2-Step Verification ઓન કરી દો.
  • Unknown Links પર ક્લિક ન કરવું: વોટ્સએપ કે ટેક્સ્ટ મેસેજમાં આવેલી શંકાસ્પદ લિંક્સ જેવી કે “લોટરી લાગી છે” અથવા “ફ્રી રિચાર્જ” વાળી લિંક્સને ક્યારેય ઓપન ન કરવી.

અંતમાં એટલું જ કહીશ કે આ પ્રકારની આવતી લીન્કોથી ખાસ ધ્યાન રાખીને સાવચેતથી કામ કરવું જોઈએ. મિત્રો એકદમ જાતઅનુભવથી લખેલ છે. પોસ્ટ સારી લાગી હોય તો કોમેન્ટ કરવા વિનંતી.

Sweety Galchar

Sweety Galchar

I am a Professional Blogger since 2012, with deep expertise in the blogging ecosystem. Founder and CEO of aitoolcluster.com, providing advanced tools for digital creators.

1 thought on “Vasti Ganatri Scam : વસ્તી ગણતરીના નામે ફેક મેસેજથી સાવધાન! અકાઉન્ટ ખાલી થઈ જશે, જાણો બચવાના ઉપાયો”

Leave a Comment